CAA મુસ્લિમ વિરોધી કે ધર્મ વિરોધી નથી : રજનીકાન્ત

06 February, 2020 12:04 PM IST  |  Mumbai Desk

CAA મુસ્લિમ વિરોધી કે ધર્મ વિરોધી નથી : રજનીકાન્ત

રજનીકાન્તનું કહેવું છે કે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ મુસ્લિમ વિરોધી નથી. સિટિઝનશિપનો કાયદો જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી દેશભરમાં લોકો એનો વિરોધ કરી રહ્યાં છે. મુસ્લિમ વિરોધી હોવાનું કહી એનો ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. આ વિશે રજનીકાન્તનું કહેવું છે કે ‘આ કાયદો મુસ્લિ વિરોધી કે ધર્મ વિરોધી નથી. કેટલાક પોલિટિકલ લીડર્સ લોકોને આ કાયદા વિરુદ્ધ દોરી રહ્યાં છે. શ્રીલંકાના તામિલ રેફ્યુજી માટે ડ્યુઅલ સિટિઝનશિપની ઑફર કરવી જોઈએ. સરકારે એ જાણવું જરૂરી છે કે કંઈ વ્યકિ્ત ક્યાંની છે અને અહીં કોણ ડોક્યુમેન્ટ્સ વગર રહે છે. આપણા દેશના એક પણ નાગરીકને નાગરિકત્વના કાયદાની અસર નહીં થાય. જો આ કાયદો મુસ્લિમને ગમે ત્યારે પણ અસર કરશે તો તેમના માટે લડનાર હું પહેલી વ્યક્તિ હોઈશ. દેશની બહારના વ્યક્તિને શોધી કાઢવા માટે નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર ખૂબ જ જરૂરી છે. એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે હજી સુધી નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝનનો અમલ કરવામાં નથી આવ્યો.’

rajinikanth bollywood caa 2019 citizenship amendment act 2019