Box Office Collection: આ છે 2019ની ટૉપ 10 ફિલ્મો

26 August, 2019 09:31 AM IST  |  મુંબઈ

Box Office Collection: આ છે 2019ની ટૉપ 10 ફિલ્મો

સતત સારી કમાણી કરી રહી છે મિશન મંગલ

15 ઑગ્સ્ટે રીલિઝ થયેલી ફિલ્મ મિશન મંગલ બોક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે રિલીઝ થયાના 10માં દિવસે જ 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હજી પણ દર્શકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે અને તેને જોવા માટે જઈ રહ્યા છે. ફિલ્મે શનિવારે 13.32 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. જેની સાથે જ તે 150 કરોડની નજીક પહોંચી છે.

આ કલેક્શન સાથે મિશન મંગલ આ વર્ષ માટે કબીર સિંહ અને ઉરી, ભારત બાદ વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. જાણીએ આ ફિલ્મની ટોપ ફિલ્મો વિશે જેણે સારી કમાણી કરી છે.

1. કબીર સિંહ 278.24 કરોડ
2. ઉરી 245.36 કરોડ
3. ભારત 211.07 કરોડ
4, મિશન મંગલ 150 કરોડ
5. કેસરી 154.41 કરોડ
6. ટોટલ ધમાલ 154.23 કરોડ
7. સુપર 30 146.78 કરોડ
8. ગલીબૉય 140.25 કરોડ
9. દે દે પ્યાર દે 103.64 કરોડ
10. મણિકર્ણિકા 92.19 કરોડ

જણાવી દઈએ કે 15 ઑગસ્ટે મિશન મંગલની સાથે જૉન અબ્રાહ્મમ સ્ટારર ફિલ્મ બાટલા હાઉસ પણ રિલીઝ થઈ હતી. બાટલા હાઉસ મિશન મંગલના મુકાબલે ખાસ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. બાટલા હાઉસે પણ 75 કરોડનો બિઝનેસ કર્યો છે. બાટલા હાઉસે પણ 75 કરોડનો બિઝનેસ કરી લીધો છે. બંને ફિલ્મને આ વખતે ફેસ્ટિવ સિઝન અને વીકેન્ડમાં કોઈ મોટી ફિલ્મ ન હોવાનો પણ ફાયદો મળી રહ્યો છે.

akshay kumar vidya balan box office