હિમેશ રેશમિયાને શેનાથી ડર લાગે છે?

27 June, 2019 11:17 AM IST  |  મુંબઈ

હિમેશ રેશમિયાને શેનાથી ડર લાગે છે?

હિમેશ રેશમિયા

‘સુપર સ્ટાર સિંગર’ના ઑડિશન દરમ્યાન હિમેશ રેશમિયાએ જણાવ્યું હતું કે તેને પ્રાણીઓથી ડર લાગે છે. ‘સુપર સ્ટાર સિંગર’ સોની પર ૨૯ જૂનથી શરૂ થવાનો છે. આ શોના ઑડિશન વખતે મોહમ્મદ ફાઝિલ નામનો એક સ્પધર્ક તેના ભાઈ અને સુલતાન નામના એક મરઘાને લઈને પહોંચ્યો હતો. જયપુરના મોહમ્મદે આ શોના જજ હિમેશને તેના મરઘાને હાથમાં લેવા કહ્યું હતું. જોકે હિમેશે ડરના કારણે એને હાથમાં લીધો નહીં.

આ પણ વાંચો : ફેમ અને ગ્લૅમરમાં મને પહેલેથી જ કોઈ રસ નથી: અભય દેઓલ

આ વિશે હિમેશે કહ્યું હતું કે ‘હું પ્રાણીઓથી ખૂબ ડરું છું. હું એમનાથી દૂર જ રહું છું. મોહમ્મદ ફાઝિલે મને સુલતાનને હાથમાં લેવા કહ્યું હતું. હું ખૂબ ડરી ગયો હતો અને મારી સીટ પરથી ઊછળ્યો હતો. મારી સીટ પરથી ઊભા થવા માટે અને સ્ટેજ પર જઈને સુલતાન સાથે ફોટો ક્લિક કરવામાં મારે ખૂબ હિંમતની જરૂર પડી હતી.’

himesh reshammiya bollywood news