ભૂમિ પેડણેકર દરેક રોલને ખૂબ જ સહજતાથી કરે છે : અક્ષયકુમાર

15 December, 2019 01:57 PM IST  |  Mumbai Desk

ભૂમિ પેડણેકર દરેક રોલને ખૂબ જ સહજતાથી કરે છે : અક્ષયકુમાર

અક્ષયકુમારનું માનવું છે કે ભૂમિ પેડણેકર દરેક રોલને સરળતાથી કરે છે. ‘દુર્ગાવતી’ ફિલ્મને અક્ષયકુમાર પ્રેઝન્ટ કરી રહ્યો છે. એ ફિલ્મમાં ભૂમિ એક પોલીસ ઑફિસરની ભૂમિકામાં જોવા મળવાની છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થવાનું છે. ભૂમિની પ્રશંસા કરતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘આ ફિમેલ આઇપીએસનો રોલ હતો એથી મને લાગ્યું હતું કે ભૂમિ આ ભૂમિકામાં સારી રીતે બંધબેસશે. ભૂમિ એવી ઍક્ટર છે જે કોઈ પણ રોલને ખૂબ જ સહજતાથી કરી શકે છે. એથી આ રોલ માટે મેં તેને રિક્વેસ્ટ કરી હતી.’

તેલુગુ ફિલ્મ ‘ભાગમતી’ના ડિરેક્ટર અશોક ‘દુર્ગાવતી’ને ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર ઍક્ટિંગ નથી કરવાનો. એ વિશે જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મેં એવી કેટલીક ફિલ્મો કરી છે, જેને મેં પ્રેઝન્ટ કરી છે. જોકે આ મારી પહેલી એવી ફિલ્મ હશે જેમાં હું ઍક્ટિંગ નહીં કરું.’

akshay kumar bhumi pednekar bollywood bollywood news bollywood gossips