Bharat Box Office:પહેલા દિવસે ફિલ્મનું અધધધ.. કલેક્શન

06 June, 2019 10:11 AM IST  |  મુંબઈ

Bharat Box Office:પહેલા દિવસે ફિલ્મનું અધધધ.. કલેક્શન

ફિલ્મ ભારતનું એક દ્રશ્ય

ઈદના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ભારત માટે ફેન્સે ભાઈજાનને ઈદી આપી દીધી છે. આખા દેશમાં ભારત માટે પહેલા દિવસનું ઓપનિંગ જબરજસ્ત રહ્યું છે. ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ક્યાસ લગાવાઈ રહ્યા હતા કે સલમાન ખાનની ફિલ્મ પહેલા દિવસે 43થી 45 કરોડની કમાણી કરી શકે છે. ભારતનું પહેલા દિવસનું કલેક્શન ઐતિહાસિક રહ્યું છે, અને આ ફિલ્મ આમિર ખાનની ઠગ્ગસ ઓફ હિન્દુસ્તાન બાદ હાઈએસ્ટ કલેક્શન કરનારી ફિલ્મ બને તેવી શક્યતા છે. જો કે ભારતના કલેક્શનના ઓફિશિયલ આંકડા હજી નથી આવ્યા.

અત્યાર સુધી સલમાન ખાનની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ પ્રેમ રતન ધન પાયો રહી છે. આ ફિલ્મે પહેલા દિવસે 40 કરોડની કમાણી કરી હતી. આ પહેલા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર રાજેશ થડાણીએ બોક્સ ઓફિસ પર્ફોમન્સી વિશે વાત કરતા કહ્યું હતું,'ફિલ્મ પર ભારત વિ. સાઉથ આફ્રિકાની મેચની અસર પડી શકે છે, જો કે તેમ છતાંય ઓપનિંગ જબરજસ્ત જ થવાનું છે.' અને લાગી રહ્યું છે કે ફિલ્મ પર મેચની જરા પણ અસર નથી પડી.

મિરાજના મેનેજિંગ ડિરેક્ટર અમિત શર્માએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું ઈદ અને સલમાન ખાનનું કોમ્બિનેશન બમ્પર બ્લોકબસ્ટર સાબિત થાય છે. તેમનું કહેવું છે કે,'મેચની ફિલ્મ પર અસર પડી હોય તેવ કંઈ લાગ્યું નથી. હું વર્લ્ડ કપની મેચની લોકપ્રિયતા ઓછી નથી આંકતો પરંતુ હજી વર્લ્ડ કપ પીક પકડે તેને ટાઈમ બાકી છે. ટુર્નામેન્ટ હજી શરૂ થઈ છે. લોકોને ટી20 ફોર્મેટમાંથી 50 ઓવર ફોર્મેટમાં મૂવ થતા વાર લાગશે. એટલે ભારતના કલેક્શન પર મેચની અસર પડે તેવી શક્યતા નહિવત્ છે.'

તો ટ્રેડ એક્સપર્ટ ગિરીશ જોહરનું કહેવું છે કે,'બધું જ કોન્ટેન્ટ પર આધારિત છે. જો ફિલ્મનો વિષય ખરાબ હશે તો નુક્સાન ભોગવવુ પડશે. પણ જો સારું હશે તો ફિલ્મ ચાલવાની જ છે.' સાથે જ તેમણે કહ્યું કે ઈદના કારણે ટિકિટો વધુ વેચાઈ છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં સલમાન ખાન જુદા જુદા 5 લૂકમાં દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં 60 વર્ષના ગાળાની વાર્તા છે. જેમાં સલમાન ખાન 20 વર્ષના યુવાનથી લઈને 70 વર્ષના વૃદ્ધનો રોલ કરી રહ્યા છે. અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી ફિલ્મ ભારત 2014માં આવેલી કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધર પર આધારિત છે.

આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ દિશા પટણીનો આવો છે હોટ અંદાજ, જુઓ ફોટોઝ

સુલતાન અને ટાઈગર ઝિંદા હૈ બાદ સલમાન ખાન અલી અબ્બાસ ઝફર સાથે ત્રીજી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મને અતુલ અગ્નિહોત્રી, ભૂષણકુમાર, ક્રિષન કુમારે પ્રોડ્યુસ કરી છે. ભારત બાદ હવે સલમાન ખાન પ્રભુદેવાની ફિલ્મ દબંગ 3 અને સંજય લીલા ભણસાલીની ઈન્શાહઅલ્લાહમાં દેખાશે.

Bharat Salman Khan katrina kaif box office ali abbas zafar