એક્ટર અને પૂર્વ સાંસદ તાપસ પાલનું નિધન, માધુરીની ફિલ્મમાં હતા સાથે...

18 February, 2020 12:52 PM IST  |  Mumbai Desk

એક્ટર અને પૂર્વ સાંસદ તાપસ પાલનું નિધન, માધુરીની ફિલ્મમાં હતા સાથે...

બંગાળી એક્ટર અને તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ તાપસ પાલનું મંગળવારે હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું છે. તેમના નિધનની માહિતી સામે આવતાં જ ઇન્ડસ્ટ્રી અને રાજકારણ જગતમાં શોકની લહેર છવાઇ ગઈ છે. તાપસ પોતાની દીકરીને મળવા મુંબઇ આવ્યા હતા. તો જ્યારે તે કોલકત્તા પાછાં જવા માટે નીકળી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર જ તેમને છાતીમાં દુઃખાવો થઈ ગયો અને તે ખૂબ જ વધી ગયો હોવાથી તેમને જુહૂના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ સવારે લગભગ 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.

સમાચાર એજન્સી પીટીઆઇ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતી મુજબ તેમને હ્રદય સંબંધી સમસ્યા પહેલા પણ હકી. આ કારણે તાપસ પહેલા પણ ઘણીવાર આ સિલસિલે હોસ્પિટલ જઈ ચૂક્યા હતા. તેના નિધનથી ન ફક્ત તાપસની ફેમિલી પણ તેના ચાહકો પણ ખૂબ જ દુઃખી છે. તેમના નિધન પર સોશિયલ મીડિયા પર કેટલાય સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે. જણાવીએ કે તાપસના નિધન પર બંગાળી એક્ટર રંજીત મૌલિકે કહ્યું કે મને હજી આ વિશે ખબર પડી છે. હા, તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી બરાબર રહેતી ન હતી.

જણાવીએ કે તાપસનો જન્મ પશ્ચિમ બંગાળના ચંદ્રનગરમાં થયો હતો. તેમણે હુગલી મોહસિન કૉલેજથી જીવ વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. વર્ષ 1980માં તેમણે તરુણ મજુમદારની બંગાળી ફિલ્મ 'દાદર કીર્તિ' સાથે ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે મધુ રૉય ચૌધરી, દેબશીં રૉય અને સંઘ્યા રૉય હતી. બંગાળી સિનેમામાં ચાર વર્ષ કામ કર્યા પછી તાપસે પોતાની પહેલી હિન્દી ફિલ્મ 'અબોધ'માં લીડ રોલ પ્લે કર્યો હતો.

આ ફિલ્મમાં તેમની સાથે બોલીવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતે અપોઝિટ રોલ પ્લે કર્યો હતો. જણાવીએ કે વર્ષ 1984માં રિલીઝ થયેલી ફિલ્મ હિરેન નાગ નિર્દેશિત ફિલ્મ 'અબોધ' દ્વારા માધુરી દીક્ષિતે હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યો હતો. પોતાના 30 વર્ષના કરિઅરમાં તાપસે તમામ દિગ્ગજ ફિલ્મ સિતારાઓ સાથે કામ કર્યું.

bollywood madhuri dixit television news bollywood news bollywood gossips