ભીખ માગતી બાળકી તરફ દુર્લક્ષ કરવાથી ટ્રોલ કરવામાં આવી કરીના કપૂર ખાનને

27 December, 2019 12:30 PM IST  |  Mumbai

ભીખ માગતી બાળકી તરફ દુર્લક્ષ કરવાથી ટ્રોલ કરવામાં આવી કરીના કપૂર ખાનને

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન ક્રિસમસ વખતે દીકરા તૈમુરને લઈને બાંદરાનાં માઉન્ટ મૅરી ચર્ચમાં ગઈ હતી. ચર્ચમાંથી પ્રાર્થના કરીને કરીના બહાર નિકળી રહી હતી. એ વખતે એક નાનકડી બાળકી કરીના પાસે આવીને ભીખ માગવા લાગી હતી. જોકે તેણે એ બાળકી તરફ ધ્યાન નહોતું આપ્યુ. એ વિડિયો વાઇરલ થયો છે. એ વિડિયોમાં એક મહિલા પોલીસ ઑફિસર પણ એ બાળકીને કરીના પાસેથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. આ જોઈને લોકો કરીનાની ટીકા કરી રહ્યાં છે. તે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

kareena kapoor bollywood news