BB કી વાઇન

03 January, 2020 05:55 PM IST  |  Mumbai Desk

BB કી વાઇન

યુટ્યુબરને ભુવન બામની ઓળખાણ આપવાની જરૂર નથી. ભુવન બામે જ સૌથી પહેલાં ફની અને સર્કાટિસ્ટિક કહેવાય એવા વિડિયોની ચૅનલ ‘BB કી વાઇન’ બનાવી હતી, જે એટલી હિટ થઈ કે ભુવન બામના ફૉલોઅર્સ ફૅન્સની સંખ્યા છેક ૧૦ મિલ્યનને પણ ઓળંગી ગઈ. ભુવન બામની આ પૉપ્યુલરિટી અને તેની ચૅનલના ફૉલોઅર્સનો સીધો લાભ લેવા એકતા કપૂર ભુવનને લઈને એ જ નામનો વેબ-શો ડિઝાઇન કરી રહી છે, જેનું રાઇટિંગ પણ ભુવન જ કરે છે. ભુવન પણ આ કામથી એક્સાઇટેડ છે.

ભુવન બામે ૭ વર્ષ પહેલાં પોતાની ચૅનલ શરૂ કરી હતી, એ શરૂ થઈ ત્યારે ભુવનને તેની ફૅમિલીમાં કોઈને જાણ નહોતી કરી.
વેબ-સિરીઝ ‘BB કી વાઇન’ના દરેક એપિસોડમાં ટૉપિક જજુદો રહેશે. યંગસ્ટર્સની આજના સમયમાં કેવી કફોડી હાલત થાય છે એ આ વેબ-સિરીઝમાં દેખાડવામાં આવ્યું છે.

ekta kapoor bollywood bollywood news bollywood gossips