ઑસ્ટ્રેલિયામાં લાગેલી આગ ક્લાઇમેટ ચૅન્જને કારણે છે : પરિણીતી

12 January, 2020 12:10 PM IST  |  Mumbai Desk

ઑસ્ટ્રેલિયામાં લાગેલી આગ ક્લાઇમેટ ચૅન્જને કારણે છે : પરિણીતી

પરિણીતી ચોપડાનું કહેવું છે કે ઑસ્ટ્રેલિયામાં લાગેલી બુશફાયર ક્લાઇમેટ ચૅન્જને કારણે છે. ઘણાં દિવસથી આ આગ લાગી છે. સાઉથ ઑસ્ટ્રેલિયાના કાંગારૂ આઇલૅન્ડનો એક તૃત્યાંશ ભાગ ભસ્મ થઈ ગયો છે. ફાયરફાઇટર્સ આગને કાબુમાં લાવવા ખૂબ જ કમરકસી રહ્યાં છે. જોકે શુક્રવારે પડેલાં વરસાદને કારણે આગમાં ઘણી રાહત થઈ છે. ઑસ્ટ્રેલિયા ટુરિઝમની પરિણીતી પહેલી ઇન્ડિયન વુમન ઍમ્બૅસૅડર છે. પ્રાણીઓ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આ વિશે પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘મેં હાલમાં જ આ સુંદર બૅબીઝ સાથે સમય પસાર કર્યો હતો એવું મને લાગે છે. ટુરિઝમ ઍમ્બૅસૅડર તરીકે હું વારંવાર ઑસ્ટ્રેલિયાની મુલાકાત લેતી હોઉં છું. આ ખૂબ જ સુંદર દેશ છે અને અહીં આવું થઈ રહ્યું છે એના પર મને વિશ્વાસ નથી થઈ રહ્યો. આ ક્લાઇમેટ ચૅન્જને કારણે થયું છે અને એને આપણે નજર અંદાજ નહીં કરી શકીએ. આ આપણા લીધે થયું છે અને આપણે એને ફિક્સ કરવાની જરૂર છે.’

bollywood bollywood news bollywood gossips parineeti chopra australia