એક કલાકાર તરીકે સમયની સાથે મારો વિકાસ થયો છે : ક્રિતી સૅનન

03 January, 2020 05:51 PM IST  |  Mumbai Desk

એક કલાકાર તરીકે સમયની સાથે મારો વિકાસ થયો છે : ક્રિતી સૅનન

ક્રિતી સૅનનનું કહેવું છે કે એક કલાકાર તરીકે મારો વિકાસ થયો છે. તેણે ‘હીરોપંતી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ૨૦૧૮માં આવેલી તેની ફિલ્મો ‘લુકા છુપી’ અને ‘હાઉસફુલ 4’માં તેના પર્ફોર્મન્સની ખાસ્સી પ્રશંસા કરવામાં આવી હતી. પોતાનો એક કલાકાર તરીકે વિકાસ થયો છે એવુ જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘આટલાં વર્ષોમાં મારો એક કલાકાર તરીકે વિકાસ થયો છે. ફિલ્મ મેકિંગ કોર્સની મેં કોઈ પણ ટ્રેઇનિંગ નથી લીધી. સાથે જ મારું કોઈ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ પણ નથી. હું જેકંઈ પણ શીખી છું એ ફિલ્મોમાં કામ કરવા દરમ્યાન શીખી છું. મારી ઍક્ટિંગની પ્રોસેસ ઑર્ગેનિક અને સ્વાભાવિક છે. જોકે એ માટે પણ હૉમવર્કની તો જરૂર પડે જ છે. એના માટે કોઈ ફિક્સ ફૉર્મ્યુલા નથી. પોતાના કામને સમજવું ખૂબ જરૂરી છે. સાથે જ કઈ વસ્તુ કામ કરશે અને કઈ કામ નહીં કરે એની પણ સમજ હોવી જોઈએ. સાથે જ પોતાના પર્ફોર્મન્સથી દર્શકોને કેવી રીતે સરપ્રાઇઝ આપી શકો છો, એ બધી બાબતોને ધ્યાનમાં રાખતાં મારો વિકાસ થયો છે.’

kriti sanon bollywood bollywood news bollywood gossips