લૉકડાઉનમાં રોડ પરનાં જાનવરોની મદદ માટે પર્સનલ વસ્તુઓ વેચી અર્જુન કપૂરે

28 April, 2020 07:37 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

લૉકડાઉનમાં રોડ પરનાં જાનવરોની મદદ માટે પર્સનલ વસ્તુઓ વેચી અર્જુન કપૂરે

અર્જુન કપૂર (ફાઇલ ફોટો)

આ લૉકડાઉનમાં રસ્તા પરનાં જાનવરોને જમવાનું પૂરું પાડવા માટે અર્જુન કપૂરે પોતાની કેટલીક વસ્તુઓનું ઑનલાઇન વેચાણ શરૂ કર્યું છે. આ અગાઉ અર્જુને પીએમ-કૅર્સ, મહારાષ્ટ્ર ચીફ મિનીસ્ટર્સ રિલીફ ફન્ડ, ધ વિશિંગ ફૅક્ટરી, ફેડરેશન ઑફ વેસ્ટર્ન સિને એમ્પ્લૉયીઝને પણ ડોનેશન આપ્યું છે. સાથે જ તેણે એક વર્ચ્યુઅલ ડેટ દ્વારા 300 ડેઇલી વેજ વર્કર્સને એક મહિના સુધી જમાડવાનો સંકલ્પ લીધો હતો. હવે તે રખડતાં પશુઓની વહારે આવ્યો છે. તેના ફૅન્સને અર્જુનનાં સનગ્લાસિસ, કૅપ્સ, શૂઝ, ટી-શર્ટ્સ જેવી અનેક વસ્તુઓ ખરીદવાની તક મળશે. એમાંથી જમા થનાર પૈસાનો ઉપયોગ પશુઓના જમવા અને પાણી માટે કરવામાં આવશે. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘વર્તમાન સમયમાં હું જેમ બને એમ વધુ સંસ્થાઓને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ સંકટની ઘડીનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ. એવામાં આપણે પશુઓ પ્રતિ માનવતા દેખાડતાં તેમની મદદ કરવી જોઈએ. લૉકડાઉન જ્યારથી શરૂ થયું છે ત્યારથી રસ્તા અને શેરીઓમાં ભૂખથી તડપતાં જાનવરોની સંખ્યા વધી ગઈ છે, કારણ કે તેમને જ્યાંથી જમવાનું મળતું હતું એવાં સ્ટ્રીટ સ્ટૉલ્સ અને રેસ્ટોરન્ટ્સ બંધ થઈ ગયાં છે. હું વર્લ્ડ ફૉર ઑલ સંસ્થાને સપોર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેઓ આ લૉકડાઉનમાં પશુઓને જમવાનું અને પાણી પૂરું પાડશે. એથી હું મારી કેટલીક વસ્તુઓને ઑનલાઇન ફન્ડરેઝરના માધ્યમથી વેચી રહ્યો છું. એમાંથી જમા થનારી પૂરી રકમ એ સંસ્થાને આપવામાં આવશે. એથી આશા રાખું છું કે લોકો આ નેક કામમાં જોડાઈને મદદ કરશે.’

bollywood bollywood news bollywood gossips arjun kapoor