ડિજિટલ પ્લૅટફૉર્મ પર ખરાબ કન્ટેન્ટને કોઈ સ્થાન નથી : અર્જુન કપૂર

15 September, 2019 10:26 AM IST  |  મુંબઈ

ડિજિટલ પ્લૅટફૉર્મ પર ખરાબ કન્ટેન્ટને કોઈ સ્થાન નથી : અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂરનું કહેવું છે કે હાલના સમયમાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર ખરાબ કન્ટેન્ટને કોઈ સ્થાન નથી. ડિજિટલ પ્લૅટફૉર્મ પર અર્જુને ‘અર્જુન રેકમેન્ડ્સ’ની શરૂઆત કરી છે. ડિજિટલ પ્લૅટફૉર્મની પ્રશંસા કરતાં અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘આજના સમયમાં એક કલાકાર તરીકે રહેવા અને કામ કરવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું. આપણે વર્તમાનમાં એક અગત્યના પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે એને માણવો જોઈએ. અહીં ખરાબ કન્ટેન્ટ માટે કોઈ જગ્યા નથી, કારણ કે ડિજિટલ પ્લૅટફૉર્મના માધ્યમથી લોકોને શ્રેષ્ઠ સિનેમા અને ડૉક્યુમેન્ટરીઝ જોવા મ‍ળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી થિયેટર્સની ગુણવત્તા સારી બની ગઈ છે.

આ પણ વાંચો : ‘ડ્રીમગર્લ’માં એન્ટરટેઇનિંગ હીરો તરીકે મારો સ્વીકાર થતાં હું ખુશ છું : આયુષ્માન ખુરાના

મને લાગે છે કે આપણે હાલમાં સારો સમય જોઈ રહ્યા છીએ. સારું કન્ટેન્ટ પ્રોડ્યુસ કરવા માટે દરેક માધ્યમ અન્યને સારા બનવા માટે આગળ ધકેલી રહ્યાં છે. આજે ખરા અર્થમાં કન્ટેન્ટ કિંગ છે અને એ ખૂબ મહત્વ ધરાવે છે.’

arjun kapoor bollywood news