અનુપમ ખેર કેમ ખૂબ ખુશ છે?

06 February, 2019 10:29 AM IST  | 

અનુપમ ખેર કેમ ખૂબ ખુશ છે?

અનુપમ ખેર

અનુપમ ખેરની ખુશીનો પાર નથી રહ્યો. તેમની અમેરિકન ટીવી-સિરિયલ ‘ન્યુ એમ્સ્ટરડૅમ’ની બીજી સીઝન બનાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ શોમાં અનુપમ ખેરે ન્યુરોસર્જ્યન ડૉક્ટર વિજય કપૂરનું પાત્ર ભજવ્યું હતું. આ વિશે જણાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘તમને બધાને જણાવતાં મને ખુશી થાય છે કે અમારી સિરીઝ ‘ન્યુ એમ્સ્ટરડૅમ’ની બીજી સીઝનની જાહેરાત થઈ ગઈ છે.

આ પણ વાાંચો : ફોર્બ્સની 'ઇન્ડિયા 30 અંડર 30' લિસ્ટમાં એકમાત્ર એક્ટર વિજય દેવેરાકોંડા

અમારી અદ્ભુત ટીમને ઘણી શુભેચ્છા. આ શોમાં પ્રેમ, જીવન, દયા અને વિવિધતાને સેલિબ્રેટ કરવામાં આવે છે. હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું.’

anupam kher bollywood news