અનુષ્કા શર્માના કૂલ ઍટિટ્યુડના પ્રશંસક છે અનુપમ ખેર

16 June, 2019 09:58 AM IST  |  લંડન

અનુષ્કા શર્માના કૂલ ઍટિટ્યુડના પ્રશંસક છે અનુપમ ખેર

અનુપમ ખેર સંગ અનુષ્કા શર્મા

અનુપમ ખેરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેઓ અનુષ્કા શર્માના કૂલ ઍટિટ્યુડના પ્રશંસક છે. આ બન્નેની મુલાકાત લંડનમાં થઈ હતી. તેમણે ‘જબ તક હૈ જાન’ અને ‘બદમાશ કંપની’માં સાથે કામ કર્યું હતું. અનુષ્કા શર્મા સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘મારી ફેવરિટ ઍક્ટ્રેસિસમાંથી એક અનુષ્કા શર્માને લંડનમાં મ‍ળીને ખૂબ આનંદ થયો હતો. અમે બન્નેએ વધુ ફિલ્મોમાં સાથે કામ નથી કર્યું.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપડા જોનસે લોકોને આપ્યાં લાઇફનાં પાંચ લેસન્સ

જોકે હું તેના કામનો અને તેના કૂલ ઍટિટ્યુડનો પ્રશંસક છું. તેની સાથે ફિલ્મો, નિષ્ફળતાની તાકાત, આર્મી લાઇફ તદુપરાંત આપણા ફેવરિટ વિરાટ કોહલી વિશે ચર્ચા કરવાની ખૂબ મજા આવી.’

anushka sharma anupam kher bollywood news