તીસરી કસમ માટે રાજ કપૂરે એક રૂપિયો ફી લીધી હતી : અનુ કપૂર

28 February, 2020 05:40 PM IST  |  મુંબઈ

તીસરી કસમ માટે રાજ કપૂરે એક રૂપિયો ફી લીધી હતી : અનુ કપૂર

અનુ કપૂર

અનુ કપૂરે વીતેલા જમાનાની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે રાજ કપૂરે ‘તીસરી કસમ’ માટે એક રૂપિયો ફી લીધી હતી. આ ફિલ્મ ૧૯૬૬માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રાજ કપૂરની સાથે વહીદા રહેમાન પણ હતાં. અનુ કપૂર હાલમાં જ ‘સુપર સ્ટાર સિંગર’ના એક શોમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ રિયલિટી શો સોની ચૅનલ પર દર શનિવારે અને રવિવારે રાત્રે ૮ વાગ્યે દેખાડવામાં આવે છે. આ શોમાં એક સ્પર્ધકે ‘તીસરી કસમ’નું ફેમસ ગીત ‘પાન ખાયે સૈંયા હમારો’ ગાયું હતું. ત્યાર બાદ આ ફિલ્મ સાથે જોડાયેલી જાણકારી આપતાં અનુ કપૂરે કહ્યું હતું કે ‘શૈલેન્દ્રજી આ ફિલ્મના પ્રોડ્યુસર હતા અને સાથે જ તેમણે ફિલ્મનાં બધાં ગીતો પણ લખ્યાં હતાં. રાજ કપૂરજીએ આ ફિલ્મમાં કામ કરવા માટે માત્ર એક રૂપિયો જ ફી લીધી હતી. જોકે ફિલ્મ એ સમયમાં મોટી બ્લૉક બસ્ટર બની હતી.’

આ પણ વાંચો : સારા રોલ્સ અને સારી તકો મને ઑફર કરવામાં આવી રહ્યાં છે : અમાયરા દસ્તુર

પોતે ફિલ્મોમાં કેવી રીતે આવ્યા એ વિશે અનુ કપૂરે કહ્યું હતું કે ‘મારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મેં નૌટંકીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મારા પિતા પાસે પૂરતાં નાણાં ન હોવાથી હું આઇએએસ ન બની શક્યો. મારી પાસે બીજા કોઈ પર્યાય નહોતા. આ જ કારણ સર મેં ‘લૈલા મજનૂ’ અને ‘હરીશ્ચન્દ્ર’ જેવી નૌટંકીઓમાં કામ કરીને મારી કરીઅરની શરૂઆત કરી હતી.’

annu kapoor bollywood news raj kapoor