વાઇફ નેહા ધુપિયાને ફ્રેન્ડ જણાવતાં અંગદ બેદીએ કહ્યું...

07 February, 2020 05:46 PM IST  |  Mumbai Desk

વાઇફ નેહા ધુપિયાને ફ્રેન્ડ જણાવતાં અંગદ બેદીએ કહ્યું...

અંગદ બેદી તેની વાઇફ નેહા ધુપિયાને ફ્રેન્ડ માને છે અને તેની સાથે વાત કરતી વખતે તેને બે વખત વિચારવું નથી પડતું. આ બન્નેએ ૨૦૧૮માં છુપાઈને લગ્ન કરી લીધાં હતાં. એ વિશે અંગદ બેદીએ કહ્યું હતું કે ‘તેની સાથે લગ્ન કરવાં એ મારા માટે સુંદર અનુભવ છે. મને લાગે છે કે મેં પહેલાં જ લગ્ન કરી લીધાં હોત તો સારું હોત. મને એવું લાગે છે કે તમે બન્ને જ્યારે રાજી હો તો યુનિવર્સ પણ તમારા માટે એકમત થઈ જાય છે. મને લાગે છે કે આવું જ કંઈક અમારા બન્ને સાથે થયું હતું. અમે એક જ બૅકગ્રાઉન્ડ ધરાવીએ છીએ. અમે બન્ને પંજાબીમાં વાત કરીએ છીએ. અમારા પેરન્ટ્સ દિલ્હીના છે. નેહાના ડૅડી નેવીમાં સેવા આપતા હતા અને મારા ડૅડી ક્રિકેટ રમતા હતા. અમે જાતે જ અમારી કરીઅર બનાવી છે.’

એક જ ફીલ્ડના હોવાથી બન્ને એકબીજાને સારી રીતે સમજી શકે છે એવું જણાવતાં અંગદ બેદીએ કહ્યું હતું કે ‘નેહા આ બિઝનેસને સારી રીતે જાણે છે. તે એક ઍક્ટરની લાઇફને બરાબર સમજે છે. તે પહેલાં તો મારી ફ્રેન્ડ છે. એથી હું તેની સાથે મુક્ત મને વાતચીત કરી શકું છું. મને તેની સાથે વાત કરતી વખતે શબ્દો ગોઠવવા નથી પડતા અથવા તો બે વખત વિચાર પણ નથી કરવો પડતો. મારે જે કંઈ પણ કહેવું હોય હું તેને કહી શકું છું.’

neha dhupia angad bedi bollywood bollywood news bollywood gossips entertaintment