અંધાધૂન પહોંચી ચીન

12 March, 2019 09:04 AM IST  | 

અંધાધૂન પહોંચી ચીન

‘અંધાધૂન’

આયુષ્માન ખુરાનાની ‘અંધાધૂન’ને હવે ચીનમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને ઇન્ડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને હવે એ ચીનના દર્શકોને પણ મનોરંજન પૂરું પાડશે એવી આશા રાખવામાં આવી રહી છે. શ્રીરામ રાઘવનની થ્રિલર ફિલ્મને ચીન માટે ‘પિયાનો પ્લેયર’ નામ આપવામાં આવ્યું છે. ચીનમાં વર્ષમાં અમુક જ વિદેશી ફિલ્મને રિલીઝ કરવામાં આવે છે અને એમાં હવે ‘અંધાધૂન’નો નંબર આવી ગયો છે. આ શ્રીરામ રાઘવનની પહેલી ફિલ્મ છે જે ચીનમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો : બોલીવુડ સિંગરે મેળવ્યો ગુજરાતી ગીત માટે એવોર્ડ

આ વિશે શ્રીરામ રાઘવને કહ્યું હતું કે ‘મારી ‘અંધાધૂન’ને ચીનમાં રિલીઝ કરવામાં આવી રહી હોવાથી હું ખૂબ જ ખુશ છું. દસ વર્ષ પહેલાં હું જ્યારે ચીનની મુલાકાતે ગયો હતો ત્યારે હું બીજિંગના એક કાફેમાં ગયો હતો જ્યાં નાસિર હુસૈનની ‘કારવાં’ ચાલી રહી હતી. ગીત સિવાય આ ફિલ્મને ચાઇનીઝમાં ડબ કરવામાં આવી હતી. એ સમયની જનરેશનની એ ફેવરિટ ફિલ્મ હતી એવું મને કહેવામાં આવ્યું હતું. મારી મ્યુઝિકલ-થ્રિલરને કેવો રિસ્પૉન્સ મળશે એ જાણવા માટે હું આતુર છું.’

ayushmann khurrana bollywood news