વિકી ડોનરની જોડી જોવા મળશે બાલામાં

07 May, 2019 11:48 AM IST  |  મુંબઈ

વિકી ડોનરની જોડી જોવા મળશે બાલામાં

યામી ગૌતમ સાથે આયુષ્માન ખુરાના

યામી ગૌતમ તેના ‘વિકી ડોનર’ કો-સ્ટાર આયુષ્માન ખુરાના સાથે ‘બાલા’માં કામ કરવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર, સૌરભ શુકલા, જાવેદ જાફરી અને સીમા પાહવા પણ જોવા મ‍ળવાનાં છે. આ ફિલ્મને ‘સ્ત્રી’ના ડિરેક્ટર અમર કૌશિક ડિરેક્ટ કરશે. ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજન છે. આ ફિલ્મની સ્ટોરી એક એવી વ્યક્તિની છે જેના વાળ સમય પહેલાં જ ખરી ગયા છે.

આ પણ વાાંચો : ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષયની માતાનું પાત્ર ભજવશે નીના ગુપ્તા

યામી આ ફિલ્મમાં લખનઉની સુપર મૉડલના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ગઈ કાલથી જ શરૂ થયું છે. ફિલ્મ વિશે પોતાની એક્સાઇટમેન્ટ ટ્‍‍વિટર પર શૅર કરીને યામીએ ટ્વીટ કર્યું હતું કે ‘એક્સાઇટમેન્ટ ઇઝ ઇન ધ હૅર..... અરે... ઍર. ‘બાલા’નું શૂટિંગ આજ (ગઈ કાલ)થી શરૂ થયું છે.’

yami gautam ayushmann khurrana bollywood news vicky donor