ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું આલિયા ભટ્ટે

30 December, 2019 12:05 PM IST  |  Mumbai

ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું આલિયા ભટ્ટે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ શરૂ કર્યું છે. ૨૦૨૦ની ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મને સંજય લીલા ભણસાલી ડિરેક્ટ કરવાનાં છે. આ ફિલ્મ દેહવેપારના વિસ્તાર એવા કામાઠીપુરાની માલકણ ગંગુબાઈના જીવન પર આધારિત છે.

આ ફિલ્મની સ્ટોરી એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પર આધારિત છે. આલિયાએ તેની વૅનિટી વૅનનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કર્યો હતો, જેના પર ગંગુબાઈ લખેલુ છે. આ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને આલિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘જુઓ આ વર્ષે સેન્ટાએ મને શું આપ્યુ છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ૨૦૨૦ની ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.’

alia bhatt bollywood news