મારી પાસે પણ ઓપિનિયન છે, પરંતુ હું એ મારા પૂરતો રાખું છું: આલિયા

08 March, 2019 08:06 AM IST  | 

મારી પાસે પણ ઓપિનિયન છે, પરંતુ હું એ મારા પૂરતો રાખું છું: આલિયા

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે હાલમાં જ કંગના રનોટને કરારો જવાબ આપ્યો છે. કંગનાએ આલિયાની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે એક જવાબદાર વ્યક્તિ તરીકે તેણે પૉલિટિક્સ વિશે પોતાના વિચારો રજૂ કરવા જોઈએ. આલિયાની સાથે રણવીર સિંહ અને રણબીર કપૂર વિશે પણ કંગનાએ કમેન્ટ કરી હતી. આ વિશે પૂછતાં આલિયાએ કહ્યું હતું કે ‘કંગના જે રીતે બોલે છે એ રીતે બોલવા માટે હું સક્ષમ નથી અને એ માટે હું તેનો રિસ્પેક્ટ પણ કરું છું. એક રીતે જોવા જઈએ તો તે સાચી છે, કારણ કે ઘણી વાર અમે ચૂપ રહીએ છીએ. મારા પપ્પા હંમેશાં મને કહે છે કે દેશમાં ઘણાબધા લોકો પહેલેથી તેમના ઓપિનિયન લઈને બેઠા છે એથી એક મંતવ્ય ઓછું હશે તો વાંધો નહીં. મારી પાસે પણ મારો ઓપિનિયન છે, પરંતુ હું એ મારા પૂરતો જ રાખું છું.’

alia bhatt kangana ranaut bollywood news