રણવીર અને નવાઝ બાદ હવે અક્ષયકુમાર પણ બનશે રૅપર !

23 July, 2019 11:38 AM IST  |  મુંબઈ

રણવીર અને નવાઝ બાદ હવે અક્ષયકુમાર પણ બનશે રૅપર !

લાગે છે બોલીવુડમાં ફરી એકવાર સ્ટાર્સનો સિંગર બનવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. રણવીર સિંહે ગલી બોય માટે રૅપ કર્યું. નવાઝુદ્દીન સિદ્દિકીએ પણ બોલે ચૂડિયાં માટે રૅપ સોંગ રેકોર્ડ કર્યું. આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર પણ પોતપોતાની ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂકી છે. હવે આ લિસ્ટમાં અક્ષયકુમારનું નામ પણ ઉમેરાયું છે. સિંઘ ઈઝ કિંદ, સ્પેશિયલ 26 અને એન્ટરટેઈનમેન્ટ બાદ હવે ફરી એકવાર અક્ષયકુમાર ગીત ગાવા જઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે અક્ષયકુમાર હાઉસફૂલ ફોર માટે રૅપ સોંગ રેકોર્ડ કરવાના છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે,'ઈટ્સ એન્ટરટેઈનમેન્ટ સમયે ડિરેક્ટર ફરહાદ સામજીએ અક્ષયકુમારને ગીત ગાવા માટે તૈયાર કર્યા હતા. આ વખતે પણ અક્ષયકુમારને રૅપ સોંગ ગવડાવવાનો આઈડિયા તેમનો જ છે. તો પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાએ પણ સમર્થન આપ્યું છે. પ્રોડ્યુસર ડિરેક્ટરે અક્ષયકુમારને ગીત ગાવા માટે તૈયાર કરી લીધા છે. આ રૅપ સોંગ તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. જો કે હજી રેકોર્ડિંગ બાકી છે. જો કે મેકર્સ આ રૅપ સોંગને સોલો ટ્રેક તરીકે રેકોર્ડ કરવું કે પછી મિકા સિંહ સાથે અક્ષયકુમારને લઈ ગીત રેકોર્ડ કરવું.'

આ પણ વાંચોઃ Preeti Desai: મૂળ ગુજરાતી યુવતી ઈન્ટરનેશનલ ફિલ્મોમાં થઈ છે સફળ

ઉલ્લેખનીય છે કે હાઉસફૂલ 4માં બોબી દેઓલ, રિતેશ દેશમુખ પણ દેખાવાના છે. જો કે આ પ્રમોશનલ ગીત માત્ર અક્ષયકુમાર સાથે જ શૂટ કરવામાં આવશે. આ ગીતને લઈ અમે અક્ષયકુમાર અને સાજીદ નડિયાદવાલા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ મામલે કંઈ નથી બોલી રહ્યા.

akshay kumar Housefull 4 bobby deol riteish deshmukh sajid nadiadwala