બ્રૅન્ડ-વૅલ્યુના રૅન્કિંગ્સમાં આગળ નીકળ્યો અક્ષય : કોહલી નંબર વન

07 February, 2020 05:07 PM IST  |  Mumbai Desk

બ્રૅન્ડ-વૅલ્યુના રૅન્કિંગ્સમાં આગળ નીકળ્યો અક્ષય : કોહલી નંબર વન

બ્રૅન્ડ-રૅન્કિંગ્સમાં સલમાન ખાન, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણને પાછળ મૂકીને અક્ષયકુમાર આગળ નીકળી ગયો છે. ગ્લોબલ ઍડ્વાઇઝરી ફર્મ ડફ ઍન્ડ ફેલ્પ્સની સેલેબ્સ બ્રૅન્ડ રૅન્કિંગ્સમાં પહેલા સ્થાને ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી છે, તો બીજા સ્થાને અક્ષયકુમાર છે. તેની બ્રૅન્ડ-વૅલ્યુમાં ૫૫.૩ ટકાનો વધારો નોંધાયો છે. ત્યાર બાદ ત્રીજા સ્થાને આવે છે દીપિકા પાદુકોણ-રણવીર સિંહ. ગયા વર્ષે આ લિસ્ટમાં દીપિકા બીજા સ્થાને હતી, તો રણવીર ગયા વર્ષે ત્રીજા નંબરે હતો. શાહરુખ ખાન પાંચમા નંબરે અને સલમાન ખાન છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. સાથે જ આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને આયુષ્માન ખુરાનાને પણ સ્થાન મળ્યું છે.

akshay kumar virat kohli bollywood news bollywood entertaintment