અક્ષય કુમારને બીએમસી પર ટ્વીટ કરવાનું ભારે પડ્યું

08 July, 2019 10:37 AM IST  | 

અક્ષય કુમારને બીએમસી પર ટ્વીટ કરવાનું ભારે પડ્યું

અક્ષયકુમાર

અક્ષયકુમારે બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન)ના પક્ષમાં ટ્વીટ કરતાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકોએ તો તેની કૅનેડાની નાગરિકતા પર પણ પ્રહાર કર્યા હતા. બીએમસીએ રવીવારે ટ્‍‍વિટર-અકાઉન્ટની શરૂઆત કરી હતી એવામાં એના વિશે લોકોને માહિતી આપવા માટે ટ્‍‍વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું, ‘બીએમસી હવે ટ્‍‍વિટર પર @mybmc તરીકે કાર્યરત થઈ છે. તમે હવે તમારાં સલાહ-સૂચન અને ફરિયાદો બીએમસીને સીધી જ મોકલાવી શકશો અને તેઓ એના પર જરૂરી પગલાં લેશે. તમારી સમસ્યાને વાચા આપવા માટે એનો ઉપયોગ કરો.’

તેના આવા ટ્વીટ પર એક ઇન્ટરનેટ-યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. યુઝરે લખ્યું હતું કે ‘તું કૅનેડાનો છે અને મુંબઈના લોકોને જ્ઞાન આપી રહ્યો છે. ભાગ અહીંથી.’

આ પણ વાંચો : પ્રત્યેક સીન પછી તબુ મૉનિટરમાં પોતાનું કામ ચેક કરતી નથી : શ્રીરામ રાઘવન

અક્ષયકુમારના આ ટ્વીટ પર રિપ્લાય આપતાં એક યુઝર્સે ટ્વીટ કર્યું હતું કે ‘ટૂથપેસ્ટમાં દેશની માટી છે. હૅન્ડવૉશમાં દેશની સુરક્ષા છે. સાબુમાં દેશભક્તિનો ફીણ છે.

જોકે પાસપોર્ટમાં દેશની નાગરિકતા જ નથી. આ કેવો દેશપ્રેમ છે, કૅનેડિયન.’

akshay kumar bollywood news