કરણ કાપડિયા માટે બ્લૅન્કનું ગીત શૂટ કર્યું બનેવી અક્ષયકુમારે

10 April, 2019 11:12 AM IST  | 

કરણ કાપડિયા માટે બ્લૅન્કનું ગીત શૂટ કર્યું બનેવી અક્ષયકુમારે

અક્ષયકુમાર સંગ કરણ કાપડિયા

ટ્વિન્કલ ખન્નાના કઝિન ભાઈ કરણ કાપડિયા માટે અક્ષયકુમારે ‘બ્લૅન્ક’નું ગીત શૂટ કર્યું છે. કરણ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પદાર્પણ કરી રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર બેહઝાદ ખંભાતા છે. ફિલ્મની સ્ટોરી એક સુસાઇડ-બૉમ્બરની છે. અક્ષયકુમારનું કહેવું છે કે આ ગીતમાં કામ કરીને તેણે કરણને શુભેચ્છા આપી છે. ત્રીજી મેએ રિલીઝ થનારી આ ફિલ્મમાં સની દેઓલ પણ જોવા મળશે.

 

 

‘કેસરી’ના ગીત ‘તેરી મિટ્ટી’ના સિંગર બી પ્રાકે આ ગીતને ગાયું છે. ‘ગોલ્ડ’માં ‘નૈનોંને બાંધી’ના ગીતકાર આર્કો પ્રાવો મુખરજીએ આ ગીતને કમ્પોઝ કર્યું છે. કરણ કાપડિયાએ આ અગાઉ ‘ક્રેસકેન્ડો’ નામની શૉર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું જેને કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી હતી. કરણની પ્રશંસા કરતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘આ યુવકમાં ઍક્ટિંગની ખરી પ્રતિભા છે. તેની શૉર્ટ ફિલ્મમાં તેની કુશળતા છલકાઈ હતી, જે તેણે આપબળે કરી હતી. તેની શૉર્ટ ફિલ્મે કાનમાં પણ વાહવાહી મેળવી હતી. ‘બ્લૅન્ક’ની વાત કરું તો આ યુવાન ઍક્ટિંગ અને પર્ફોર્મન્સમાં ખૂબ ટૅલન્ટેડ છે.

આ પણ વાંચો : ધકધક ગર્લ માધુરીના ડાન્સ અને લૂકથી ચાહકો થયા 'તબાહ'

કરણે પોતાના ડેબ્યુ માટે અલગ રસ્તો અપનાવ્યો છે. મને તેના પર ગર્વ છે. તેની સાથે ગીતનું શૂટિંગ કરવું મારા માટે તેને એક શુભેચ્છા આપવા સમાન જ છે.’

akshay kumar sunny deol dimple kapadia bollywood news