અક્ષયકુમાર વારંવાર પોતાની લાઇન ભૂલી જાય છે

08 January, 2020 02:41 PM IST  |  Mumbai

અક્ષયકુમાર વારંવાર પોતાની લાઇન ભૂલી જાય છે

અક્ષયકુમાર

રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘સૂર્યવંશી’નાં શૂટિંગ દરમ્યાન અક્ષયકુમાર સતત તેના વાક્યો ભુલી જતો હતો. આ ફિલ્મમાં તેની સાથે કૅટરિના કૈફ પણ જોવા મળશે. ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની છે. એવુ બની શકે કે એક પછી એક એમ અનેક ફિલ્મોમાં સતત કામ કરવાને કારણે અક્ષયકુમાર લાઇન્સ ભુલી જતો હોઈ શકે. નેહા ધૂપિયાનાં શોમાં તેને પૂછવામાં આવ્યુ હતું કે કોઈ એક ઍક્ટરનું નામ જણાવવામાં આવે જે પોતાની લાઇન્સ ભુલી જતો હોય. એવામાં વધુ વિચાર કર્યા વગર આ ફિલ્મનાં ડિરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે ‘અક્ષયકુમાર ફિલ્મમાં પોતાનું નામ ભુલી જતો હતો. અમે જ્યારે ફિલ્મનું લાસ્ટ શેડ્યુલ હૈદ્રાબાદમાં શૂટ કરી રહ્યા હતાં, ત્યારે તે કહેતો હતો કે નામ શું છે મારું? હા... સૂર્યવંશી. તે બધું જ ભુલી જતો હતો.’

akshay kumar bollywood news