મેં પ્રૅન્ક રમવાનું બંધ કર્યું છે: અજય દેવગન

12 May, 2019 12:26 PM IST  |  મુંબઈ

મેં પ્રૅન્ક રમવાનું બંધ કર્યું છે: અજય દેવગન

અજય દેવગન

અજય દેવગને હવે લોકો સાથે પ્રૅન્ક રમવાનું બંધ કરી દીધું છે. અજય દેવગન હાલમાં જ તેની ‘દે દે પ્યાર દે’ને પ્રમોટ કરવા માટે ઝી ટીવીના શો ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ના સેટ પર તબુ અને રકુલ પ્રીત સાથે પહોંચ્યો હતો. એ દરમ્યાન પ્રૅન્ક વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘જે લોકો મને ઓળખે છે તેઓ સેટ પર હંમેશાં મારી પાસે કંઈક કરવાની આશા રાખતા હોય છે. ખરું કહું તો મેં હવે પ્રૅન્ક રમવાનું બંધ કરી દીધું છે.

આ પણ વાંચો : લોકો મારા વિશે જાણવા માગે એની મને ખુશી છે: તારા સુતરિયા

હું કોઈ પણ પ્રકારનું પ્રૅન્ક કરતો નથી આમ છતાં સેટ પર કંઈ પણ ખોટું થાય તો કાસ્ટ અને ટીમ મારી સામે શકની નજરે જુએ છે.’

ajay devgn bollywood news