ઐશ્વર્યાએ પોતાના હોલિવુડ ડેબ્યુને લઈને કર્યો ખુલાસો, જાણશો તો ચોંકી જશો

10 February, 2019 02:20 PM IST  | 

ઐશ્વર્યાએ પોતાના હોલિવુડ ડેબ્યુને લઈને કર્યો ખુલાસો, જાણશો તો ચોંકી જશો

ઐશ્વર્યા રાય બચ્ચન

પ્રિયંકા ચોપરાના ઘણા વર્ષો પહેલા ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના હોલિવુડ કરિયરની શરૂઆત કરી હતી અને ઘણી મહત્વની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે ઐશ્વર્યાએ ડેબ્યુ હોલિવુડ ફિલ્મને લઈને એવો ખુલાસો કર્યો છે જેને જાણીને તમે પણ ચોંકી જશો.

એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ ખુલાસો કર્યો કે તેનો હોલિવુડ ડેબ્યુ 'ટ્રોય'થી થવાનો હતો. તેને આ ફિલ્મમાં બ્રીસીસની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, જે સુપર સ્ટાર બ્રાડ પિટની ઓપોઝિટ હતો. બ્રાડે એકેલિસની ભૂમિકા ભજવી હતી. પરંતુ, ઐશ્વર્યાએ ફિલ્મ ઠુકરાવી દીધી હતી, કારણકે તેમાં ઘણા ઇન્ટિમેટ દ્રશ્યો ફિલ્માવવાના હતા, જેના માટે એશ તે વખતે તૈયાર નહતી. ત્યારબાદ આ રોલ હોલિવુડ એક્ટ્રેસ રોઝ બાયર્ને ભજવ્યો હતો.

એશે ત્યારબાદ બ્રાઇડ એન્ડ પ્રિજ્યુડાઇસથી ઓવરસીઝમાં ડેબ્યુ કર્યું, જેને ગુરિંદર ચડ્ડાએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ જેન ઓસ્ટિનની પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડાઇસ પર આધારિત હતી. એશની ઓપોઝિટ માર્ટિન હેંડરસને લીડ રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં અનુપમ ખેર, ઇંદિરા વર્મા, નમ્રતા શિરોડકર અને સોનાલી કુલકર્ણી મુખ્ય ભૂમિકાઓમાં હતા.

ત્યારબાદ ઐશ્વર્યા મિસ્ટ્રેસ ઑફ સ્પાઇસ, પ્રોવોક્ડ, ધ લાસ્ટ લીયર અને ધ પિંક પેંથર-2માં ફીમેલ લીડ રોલમાં જોવા મળી. ઐશ્વર્યા ગયા વર્ષે 'ફન્ને ખાન'માં એક સિંગરની ભૂમિકામાં દેખાઈ હતી. 2016માં તેની 'સરબજીત' અને 'એ દિલ હૈ મુશ્કિલ' આવી હતી. 2015માં ઐશ્વર્યાએ જઝ્બાથી 5 વર્ષ પછી મોટા પડદે વાપસી કરી હતી. આ પહેલા 2010માં તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુઝારિશમાં ઋત્વિક રોશનની સાથે જોવા મળી હતી.

આ પણ વાંચો: કંગના રનોટે કેમ એવું કહ્યું કે મૈં ઇનકી વાટ લગા દૂંગી

ફિલ્મોના ચૂંટણીને લઈને એશ ઘણી ચૂઝી થઈ ગઈ છે અને ફક્ત દમદાર ભૂમિકાઓ જ ભજવી રહી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં સમાચાર આવ્યા હતા કે ઐશ્વર્યા સરોગસી પર બની રહેલી ફિલ્મ જાસ્મિનમાં લીડ રોલ ભજવશે. આ ફિલ્મને 'ટોયલેટ એક પ્રેમકથા' બનાવનારા શ્રીનારાયણ સિંહ અને પ્રેરણા અરોરા પ્રોડ્યુસ કરવાના હતા. પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી આગળ કોઈ જાણકારી સામે આવી ન હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ રિયલ લાઇફમાં થયેલી એક ઘટના પરથી પ્રેરિત છે, જે ગુજરાતમાં બની હતી. ફિલ્મને સિદ્ધાર્થ અને ગરિમા ડાયરેક્ટ કરવાના હતા, જેમણે ટોયલેટ એક પ્રેમકથા લખી હતી.

આ ઉપરાંત 'ગુલાબ જામુન' શીર્ષકથી એક અન્ય ફિલ્મની ચર્ચા ગયા વર્ષે ચાલી હતી, જેમાં એશ પોતાના હસબન્ડ અભિષેક બચ્ચનની સાથે રિયુનાઈટ થવાની હતી, પરંતુ આ ફિલ્મનો કોઈપણ ઉલ્લેખ નથી.

aishwarya rai bachchan