સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં રિજેક્શન સહન કર્યાં છે : વિદ્યા બાલન

28 August, 2019 08:08 AM IST  |  મુંબઈ

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં રિજેક્શન સહન કર્યાં છે : વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલને સાઉથ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો અનુભવ શૅર કરતાં જણાવ્યું હતું કે તેને ત્યાં ખૂબ રિજેક્શન સહન કરવાં પડ્યાં હતાં. એટલે સુધી કે તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તે હિરોઇન જેવી નથી દેખાતી. સાઉથ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના એક્સપીરિયન્સ સંદર્ભે વિદ્યાએ કહ્યું હતું કે ‘સાઉથમાં મેં ખૂબ રિજેક્શનનો સામનો કર્યો હતો. મલયાલમ ફિલ્મો અનેક હતી આમ છતાં મને દરેક ફિલ્મમાંથી બહાર કાઢવામાં આવતી હતી. એક તામિલ ફિલ્મ હતી. એમાં હું કામ કરી રહી હતી અને મને એ ફિલ્મમાંથી બહાર કાઢવામાં આવી હતી.

મને આજે પણ યાદ છે કે મારા પેરન્ટ્સ મારી સાથે આવ્યા હતા, કારણ કે તેમને મારી ખૂબ ચિંતા થઈ રહી હતી. હું ખૂબ ઉદાસ રહેવા લાગી હતી. અમે પ્રોડ્યુસરની ઑફિસે ગયાં હતાં. પ્રોડ્યુસરે અમને ફિલ્મની કેટલીક ક્લિપ્સ દેખાડી હતી. તેણે કહ્યું હતું કે શું તે હિરોઇન જેવી દેખાય છે? હું તો તેને પહેલેથી જ ફિલ્મમાં લેવા નહોતો માગતો, પરંતુ ડિરેક્ટરે તેને લેવાનું દબાણ કર્યું હતું. તેમણે મારા બદલે બીજી હિરોઇનને લઈ લીધી હતી. મારા પિતાએ એ જાણ્યા બાદ પ્રોડ્યુસરને ફોન કરીને શું સ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તો હું પોતાને કદરૂપી સમજવા લાગી હતી.

આ પણ વાંચો : વર્લ્ડ કપ જીત પર બની રહેલ ફિલ્મ ‘83’ માં બોમન ઇરાનીની થઇ એન્ટ્રી, જાણો ક્યો રોલ ભજવશે

હું મારી જાતને આઇનામાં જોતાં પણ ગભરાઈ રહી હતી. જે પણ મારી સાથે ઘટ્યું ત્યાર બાદ મને એમ લાગતું હતું કે હું બદસૂરત છું. ઘણા સમય સુધી તો હું એ માણસને માફ કરી શકી નહીં, પરંતુ આજે તેનો આભાર માનું છું કે તેણે મને એ અહેસાસ કરાવ્યો કે મારે મારી જાતનો સ્વીકાર કરવો જ રહ્યો. એક વધુ તામિલ ફિલ્મ હતી જેના માટે ફોન પર જ નક્કી થઈ ગયું હતું. એને આજના સમયની જેમ ગોઠવવામાં નહોતી આવી. મને એ વિશે જાણ નહોતી અને એથી મેં ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી. હું ચેન્નઈ પહોંચી ગઈ હતી. એક દિવસનું શૂટિંગ પણ કર્યું હતું. જોકે જે પ્રકારની ગંદી હ્યુમર એ ફિલ્મમાં હતી એનાથી હું બહુ અસહજ અનુભવતી હતી. એથી મેં એ ફિલ્મ છોડી દીધી હતી અને તેમણે મને લીગલ નોટિસ મોકલાવી હતી.’

vidya balan bollywood news