ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલને સિંગર બનવું હતું

06 January, 2020 04:17 PM IST  |  Mumbai Desk

ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલને સિંગર બનવું હતું

ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલને સિંગર બનવું હતું, પરંતુ તેના પર થયેલા ઍસિડ-અટૅકને કારણે તેનું આ સપનું રોળાઈ ગયું છે. તેના જીવન પરથી ‘છપાક’ ફિલ્મ બની છે. એ ફિલ્મમાં તેનું પાત્ર દીપિકા પાદુકો‌ણે ભજવ્યું છે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ‘છપાક’ના પ્રમોશન માટે દીપિકા સાથે ‘ઇન્ડિયન આઇડલ’ના શોમાં તે પહોંચી હતી. આ શોમાં પોતાના સપના વિશે જણાવતાં લક્ષ્મી અગરવાલે કહ્યું હતું કે ‘મેં ‘ઇન્ડિયન આઇડલ’માં ભાગ લેવા માટે મારું ઘર છોડી દીધું હતું, કારણ કે મારું સપનું હતું કે હું આ સ્ટેજ પર આવીને ગીત ગાઉં. જોકે મારા પર થયેલા ઍસિડ-અટૅકને કારણે એ સપનું પૂરું થઈ શક્યું નથી. આજે પણ હું મારા એ સપના સાથે જીવી રહી છું. જોકે આજે આ ફિલ્મને કારણે અને મારા શુભચિંતકોની શુભેચ્છાને કારણે હું ‘ઇન્ડિયન આઇડલ’ના સ્ટેજ સુધી પહોંચી શકી છું.’

bollywood bollywood news bollywood gossips