અભય દેઓલ પહેલીવાર ભજવશે વિલનનું પાત્ર, આ છે ફિલ્મ

24 August, 2019 11:49 AM IST  |  મુંબઈ

અભય દેઓલ પહેલીવાર ભજવશે વિલનનું પાત્ર, આ છે ફિલ્મ

બોલીવડુ એક્ટર અભય દેઓલ અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. બોલીવુડમાં ઓળખ બનાવ્યા બાદ હવે અભય દેઓલ તમિલ ફિલ્મોમાં એન્ટ્રી કરવા તૈયાર છે. આ પિલ્મમાં અભય દેઓલ હીરો નહીં પરંતુ પહેલીવાર વિલનનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે.

તાજેતરમાં જ એક્ટર અભય દેઓલે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને નવા પ્રોજેક્ટ અંગે માહિતી આપી છે. અભય દેઓલે આ પોસ્ટ સાથે લખ્યું છે,'ધ હીરો ફિલ્મના સેટ પર છું, જેમાં હું વિલનનું પાત્ર ભજવી રહ્યો છું. મેં પોતાના કરિયરમાં મોટા ભાગે એન્ટી હીરોનું પાત્ર ભજવ્યું છે અને હવે આ તમિલમાં હશે, નવી ભાષા, નવી જગ્યા.'

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં અભય દેઓલ ખૂબ ઓછી ફિલ્મો કરી રહ્યા છે. કેટલાક મહિના પહેલા અભય દેઓલ નેટફ્લિક્સની વેબસિરીઝ 'ચોપસ્ટિક'માં દેખાયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે મિથિલા પાલકર લીડ રોલમાં હતા. અભયે આ ફિલ્મમાં શૅફ અને ચોરનું પાત્ર ભજવ્યું હતું. તો મિથિલા એક સીધી સાદી છોકરીના પાત્રમાં દેખાઈ હતી, જેમની નવી કાર ચોરાઈ જાય છે અને અભય તેને શોધવામાં મદદ કરે છે.

ફિલ્મ હીરો તમિલ ભાષામાં બની રહેલી એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને એસ. મિત્રન ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ઉપરાંત અભય તમિલ ભાષાની બીજી એક ફિલ્મ 'ઈન્દૂ વેદાલમ સોલમ કથાઈ'માં પણ કામ કરી રહ્યા છે, આ ફિલ્મ અભયની તમિલ ડેબ્યુ ફિલ્મ છે.

abhay deol entertaintment