આર્ટ દ્વારા અભય દેઓલે કર્યો પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસાનો વિરોધ

12 January, 2020 10:45 AM IST  |  Mumbai Desk

આર્ટ દ્વારા અભય દેઓલે કર્યો પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસાનો વિરોધ

અભય દેઓલે ઇન્સ્ટાગ્રામ પર ઘણાં ફોટો શૅર કર્યા છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસાને આર્ટના સ્વરૂપમાં દેખાડવામાં આવી છે. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવરસિટીની કૅમ્પસમાં દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને ટીયરગૅસનો આ આર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફોટો શૅર કરતાં અભય દેઓલે કૅપ્શન આપ્યું હતું કે ‘પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસા પર આ આર્ટ છે. આમાં તમે પોલીસની બેપરવાહી અને પોલીસની દગાખોરીનો પણ સમાવેશ કરી શકો છો જે આપણે હાલમાં જ જોયું છે.’

વિદ્યાર્થી પર થયેલાં હુમલા પર દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, રિચા ચઢ્ઢા અને વરુણ ધવન જેવા ઘણાં લોકો પોતાનો અભિપ્રાય આપી ચુક્યા છે.

bollywood bollywood news bollywood gossips abhay deol