ઇન્ડો-ચાઇના વૉર-બેઝ્ડ ક્રશ પૉઇન્ટમાં અભય દેઓલ ફાઇનલ

01 October, 2019 04:05 PM IST  |  રાજકોટ

ઇન્ડો-ચાઇના વૉર-બેઝ્ડ ક્રશ પૉઇન્ટમાં અભય દેઓલ ફાઇનલ

અભય દેઓલ

૧૯૬પમાં થયેલા ઇન્ડો-ચાઇના વૉર પર આધારિત ‘ક્રશ પૉઇન્ટ’ વેબ-સિરીઝ માટે અભય દેઓલ ફાઇનલ થયો છે. અભય દેઓલ એક એવા સૉલ્જરનું કૅરૅક્ટર કરશે જેણે ચાઇના બૉર્ડર ક્રૉસ કરીને ચાઇનામાં દાખલ થઈ આખી બટૅલ્યનને ખતમ કરી હતી.

અભય દેઓલ સાથે આ વેબ-સિરીઝમાં સુમીત વ્યાસ, વિનીત શર્મા અને રોશેલ રાવ જેવા ટીવી અને ડિજિટલ સ્ટારને પણ ફાઇનલ કરવામાં આવ્યા છે. હૉટસ્ટાર માટે બનનારી આ વેબ-સિરીઝનું ડિરેક્શન મહેશ માંજરેકર કરશે. વેબ-સિરીઝની સ્ટારકાસ્ટમાં હજી પણ ત્રણથી ચાર મોટાં નામનો સમાવેશ થાય એવી શક્યતા છે.

abhay deol bollywood bollywood news bollywood gossips