દીકરીનું નાટક જોવા લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ છોડી બૅન્ગલોર ઊપડ્યો આમિર

24 December, 2019 12:11 PM IST  |  Mumbai

દીકરીનું નાટક જોવા લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ છોડી બૅન્ગલોર ઊપડ્યો આમિર

આમિર ખાન

આમિર ખાન પંજાબમાં તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ છોડી તેની દીકરી ઇરા ખાનનું નાટક જોવા માટે બૅન્ગલોર ગયો છે. આમિર પંજાબમાં તેની ફિલ્મનું શૂટિંગ ઘણાં સમયથી કરી રહ્યો છે. ઇરાએ ‘યુરિપાઇડ્સ મેડિયા’ દ્વારા ડિરેક્ટર તરીકે શરૂઆત કરી છે. આ નાટકનો શો મુંબઈમાં હતો ત્યારે આમિર શૂટિંગને કારણે ચૂકી ગયો હતો. તેણે હાલમાં જ કરીના કપૂર ખાન સાથે રોમૅન્ટિક ગીતનું શૂટિંગ પૂરું કર્યું છે. ઇરાનું નાટક હવે બૅન્ગલોરમાં છે અને આમિર એ માટે બૅન્ગલોર માટે રવાના થયો છે.

aamir khan bollywood news