અજય દેવગનની ફિલ્મમાં ૯૦ ટકા કલાકારો વિદેશી

24 November, 2014 05:02 AM IST  | 

અજય દેવગનની ફિલ્મમાં ૯૦ ટકા કલાકારો વિદેશી

હવે અજય ‘શિવાય’ નામની ફિલ્મથી ડિરેકર તરીકે કારકિર્દી શરૂ કરવાનો છે. આ ફિલ્મમાં વિદેશી કલાકારો હશે. ૪૫ વર્ષનો અજય ‘શિવાય’નું નિર્માણ કરવા ઉપરાંત એમાં અભિનય પણ કરશે. એ ફિલ્મ ફેબ્રુઆરીમાં ફ્લોર પર જશે. આ ફિલ્મ વિશે વાત કરતાં અજયે કહ્યું હતું કે ‘હું આ ફિલ્મનો હીરો છું અને આ મારું હોમ-પ્રોડક્શન છે. આ ફિલ્મના ૯૦ ટકા કલાકારો વિદેશી છે. આ એક ઍક્શન ડ્રામા ફિલ્મ છે. અમે ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરીશું.’ અજયની આગામી ફિલ્મ ‘ઍક્શન જૅક્સન’ છે જેમાં તેની સામે સોનાક્ષી સિંહા છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને મળેલો પ્રતિસાદ જોઈને અજય ખુશ છે.