‘ભાગ મિલ્ખા ભાગ’માં કુલ ૮૦ રેસનું શૂટિંગ કરાશે

17 October, 2011 06:27 PM IST  | 

‘ભાગ મિલ્ખા ભાગ’માં કુલ ૮૦ રેસનું શૂટિંગ કરાશે

 

ફિલ્મમાં મિલ્ખા સિંહના બાળપણના દિવસો અને તેમની કરીઅર પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મિલ્ખા સિંહનો જન્મ પાકિસ્તાનમાં આવેલા મુલતાનમાં થયો હતો અને ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તેમનું કુટુંબ ભારત રહેવા આવી ગયું હતું. ફિલ્મમાં મુખ્યત્વે ટોક્યો એશિયન ગેમ્સ (૧૯૫૮), મેલબૉર્ન (૧૯૫૬) અને રોમ ઑલિમ્પિક્સ (૧૯૬૦)માં તેમની રેસને બતાવવામાં આવશે. આ ચાર વર્ષ મિલ્ખા સિંહની કરીઅરનાં ‘ગોલ્ડન યર્સ’ તરીકે ઓળખવામાં આવે છે.