25 September, 2025 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરી આદિરાના નામની ચેઇન પહેરી રાનીએ
હાલમાં ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાની મુખરજીને ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ એનાયત થયો હતો. રાનીએ આ પુરસ્કાર તેના દિવંગત પિતા રામ મુખરજીને અર્પણ કર્યો હતો. આ ફંક્શનમાં રાની મુખરજી પતિ આદિત્ય ચોપડા અને દીકરી આદિરા વિના એકલી જ આવી હતી. જોકે રાની પોતાની દીકરી આદિરાની બહુ નજીક છે એ વાતનો પુરાવો આ ફંક્શનમાં મળ્યો હતો.
આ ફંક્શનમાં રાની સાડી પહેરીને આવી હતી અને તેણે ડબલ લેયર્ડ ચૉકર અને ડૅન્ગલિન્ગ ઇઅરરિંગ્સ પહેર્યાં હતાં. જોકે આ ચૉકર સાથે રાનીએ પર્સનલ ટચ ધરાવતી એક ખાસ ચેઇન પહેરી હતી જે અત્યારે ચર્ચામાં છે. આ ચેઇનમાં આદિરાના નામના અક્ષર છે અને રાનીએ આ રીતે ફંક્શનમાં પોતાની દીકરીની નજીક રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.