65th Amazon Filmfare Award 2020: ઇન્ડસ્ટ્રીના બે સુપરસ્ટાર કરશે હોસ્ટ

15 February, 2020 08:28 PM IST  |  Mumbai Desk

65th Amazon Filmfare Award 2020: ઇન્ડસ્ટ્રીના બે સુપરસ્ટાર કરશે હોસ્ટ

બોલીવુડ સિતારા માટે ફિલ્મ ફેર અવૉર્ડ્સ ખૂબ જ મહત્વના હોય છે. તો આ વર્ષે એમેઝૉન ફિલ્મફેર એવૉર્ડ્સની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. આ વર્ષનું એમેઝૉન ફિલ્મફેર એવૉર્ડ 2020 પૂર્વોત્તર રાજ્યમાં આસામમના થવા જઇ રહ્યું છે. આ અવૉર્ડ શૉ 15 ફેબ્રુઆરીના થવાનું છે. આ અવૉર્ડ સેરેમનીમાં બોલીવુડની મોટી મોટી હસ્તીઓએ પહોંચવાનું શરૂ કરી દીધું છે. એવૉર્ડ શૉનું ટેલિકાસ્ટ આગલા જ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરી રવિવારે કલર્સ ટીવી પર થશે. પ્રસારણ ભારતીય સમયપ્રમાણે રાતે 8 વાગ્યાથી થશે. આવો જાણીએ અવૉર્ડ સેરેમની સાથે જોડાયેલી ખાસ અપડેટ્સ...

એમેઝૉન ફિલ્મફેર અવૉર્ડ્સ 2020ના હોસ્ટને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે આ વખતે અવૉર્ડ સેરેમનીને બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન અને વિકી કૌશલ હોસ્ટ કરશે. સેરેમની ગુવાહાટીના ઇન્દિરા ગાંધી એથલેટિક્સ સ્ટેડિયમમાં હશે. તો એ પણ ચર્ચા છે કે આ વખતનું એમેઝૉન ફિલ્મફેર અવૉર્ડ્સ થોડા જૂદાં પ્રકારનું છે. જેના બે કારણો છે. પહેલું તો આ વખતે આનું આયોજન મુંબઇમાં ન થઈને અસમમાં થઇ રહ્યું છે અને બીજું આ વખતનું ફિલ્મફેર ટેક્નિકલ અને શૉર્ટફિલ્મ્સ માટે એક અલગથી સેરેમની આયોજિત કરી છે.

જણાવીએ કે ટેક્નિકલ અને શૉર્ટ ફિલ્મ્સ મુંબઇમાં પહેલાથી જ આયોજિત કરવામાં આવી છે અને ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ટેક્નિશિયન્સ અને શૉર્ટ ફિલ્મ્સના વિનર્સને સન્માનિત કરવામાં આવી ગયું છે. તો હંમેશાંની જેમ સ્ટાર્સ સ્ટેજ પર પોતાની પર્ફૉર્મન્સથી આગ લગાડવા માટે તૈયાર છે. ચર્ચા છે કે સિતારાઓથી ભરપૂર આ સેરેમનીમાં 'લવ આજકલ 2'ના લીડ સ્ટાર કાર્તિક આર્યન શાહરુખ ખાન અને સલમાન ખાનના 90ના ગીતો પર પરફોર્મ કરશે. જણાવીએ કે આ અવૉર્ડ્સ માટે નૉમિનેશન્સ પહેલા જ ફાઇલ કરી દેવામાં આવ્યા છે. બેસ્ટ ફિલ્મની વાત કરીએ તો છિછોરે, ગલી બૉય, મિશન મંહલ અને ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં ટક્કર છે. તો લીડ રોલમાં બેસ્ટ મેલ એક્ટર માટે અક્ષય કુમાર, હ્રિતિક રોશન, શાહિદ કપૂર, આયુષ્માન ખુરાના, રણવીર સિંહ અને વિકી કૌશલમાં ટક્કર છે.

amazon filmfare awards bollywood events bollywood bollywood news Shah Rukh Khan vicky kaushal kartik aaryan sara ali khan