'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંતે પૂછ્યા હતા 250 સવાલ

30 September, 2020 07:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંતે પૂછ્યા હતા 250 સવાલ

ફાઈલ તસવીર

આજથી ચાર વર્ષ પહેલા 30 સપ્ટેમ્બર, 2016ના રોજ ધોનીની બાયોપિક 'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતે ધોનીનો રોલ ભજવ્યો હતો.

'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' સુશાંતની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે સુશાંતની ઘણી પ્રશંસા થઈ હતી. સુશાંતસિંહ રાજપૂતે ધોનીના રોલ માટે વિકેટકિપિંગ શીખવા માટે ઘણી મહેનત કરી હતી. તેને પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ ટ્રેનિંગ આપી હતી. તેણે મેદાન પર વિકેટકિપિંગ શીખવા માટે મોરે પાસેથી દસ મહિનાની ટ્રેનિંગ લીધી હતી.

તે વખતે ઘણા વીડિયો અને ફોટોઝ વાયરલ થયા હતા જેમાં સુશાંત ધોનીની કોપી કરવાનો પ્રયત્ન કરતા હોવાનું દેખાતુ હતું. પણ તમને ખબર છે કે સુશાંતે ધોનીને 10 કે 20 નવી પરંતુ 250 સવાલ પૂછ્યા હતા.

અગાઉ એક ઈન્ટરવ્યૂમાં સુશાંતે કહ્યું હતું કે, 12 મહિનાની તૈયારીમાં તે ધોનીને ફક્ત ત્રણ જ વખત મળ્યો હતો. પહેલી મુલાકાતમાં તેણે ધોનીની વાર્તા પુછી હતી, જોકે બીજી મુલાકાતમાં તેણે 250 સવાલોની યાદી આપી દીધી હતી. આનુ કારણ એ હતું કે સુશાંત ધોનીના મનમાં શું વિચાર છે એ જાણવા માગતો હતો જેથી તે હિસાબે એક્ટિંગ કરી શકે.

ફિલ્મમાં સુશાંતે ધોનીનો વ્યવહાર, ફિઝિક અને ક્રિકેટ રમવાની રીતને કોપી કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો, જોકે તેને હેલિકોપ્ટર શોટ રમવામાં મુશ્કેલી થતી હતી, અંતે તે આ શોટ પણ શીખી ગયો હતો.

ms dhoni: the untold story sushant singh rajput bollywood mahendra singh dhoni