૨૧ દિવસના લૉકડાઉનથી આપણો દેશ આર્થિક રીતે 2 વર્ષ પાછળ જશે:કંગના રનોટ

30 March, 2020 02:57 PM IST  |  Mumbai Desk | IANS

૨૧ દિવસના લૉકડાઉનથી આપણો દેશ આર્થિક રીતે 2 વર્ષ પાછળ જશે:કંગના રનોટ

કંગના રનોટનું માનવું છે કે દેશમાં ૨૧ દિવસનું લૉકડાઉન થતાં આપણો દેશ આર્થિક રીતે બે વર્ષ પાછળ ચાલ્યો જશે. કોરોના વાઇરસને કારણે દેશમાં આ બંધી લાગુ કરવામાં આવી છે. કંગના હાલમાં મનાલીમાં ફૅમિલી સાથે સમય પસાર કરી રહી છે. આ સ્થિતિને લઈને તેનું એમ પણ કહેવું છે કે આ સ્થિતિ કદાચ બાયો વૉરનું સ્થાન પણ લઈ શકે છે. એ વિશે કંગનાએ કહ્યું હતું કે આપણને અર્થવ્યવસ્થાની એટલી તો ચિંતા થઈ રહી છે કે આપણે એ લોકોનો વિચાર કરવાનું ભૂલી ગયા છીએ જેમની પાસે હાલમાં કશું જ નથી. આ કદાચ બાયો વૉર બની શકે છે કે જેમાં વિવિધ દેશો એકબીજાની અર્થવ્યવસ્થાને પછાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે એ વિચારવું જોઈએ કે એક દેશ તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આપણે આપણી લાલચ કેમ નથી છોડી રહ્યા. આ ૨૧ દિવસની તાળાબંધીથી આપણો દેશ આર્થિક રીતે બે વર્ષ પાછળ ચાલ્યો જશે. ૨૧ દિવસથી વધુ જો આ લૉકડાઉન રહ્યું તો આપણા દેશ માટે વિનાશકારી સ્થિતિ સર્જાશે, કારણ કે આપણે વિકાસશીલ દેશ છીએ.

bollywood kangana ranaut bollywood news bollywood gossips