કરણ જોહરની આગામી ફિલ્મમાં બનશે ઐશ્વર્યા ને આમિરની જોડી?

12 November, 2014 05:09 AM IST  | 

કરણ જોહરની આગામી ફિલ્મમાં બનશે ઐશ્વર્યા ને આમિરની જોડી?

આમિર અને ઐશ્વર્યા બન્ને ૨૦૦૦ની સાલમાં આવેલી ફિલ્મમેકર ધર્મેશ દર્શનની ફિલ્મ ‘મેલા’માં જોવા મળ્યાં હતાં, પણ એમાં ઐશ્વર્યાનો રોલ માત્ર બે મિનિટ જેટલો જ હતો. કરણની આ ફિલ્મથી ઐશ્વર્યા અને આમિરની જોડી પહેલી વાર મોટા પડદા પર જોવા મળશે અને આ બન્ને ઍPરોની પણ કરણ સાથે આ પહેલી ફિલ્મ છે. સાંભળવા એમ પણ મળ્યું છે કે કરણ જોહરની ૨૦૦૮માં આવેલી ‘દોસ્તાના’ માટે પહેલાં ઐશ્વર્યાને લેવાનો વિચાર હતો, પણ ફિલ્મના અંતમાં તે પોતાના રિયલ લાઇફ હસબન્ડ અભિષેકને તરછોડીને બૉબી દેઓલ સાથે જતી રહે એ વાત લોકોના ગળે નહીં ઊતરે એમ વિચારીને તેણે ના પાડી દીધી હતી. ઐશ્વર્યા સંજય ગુપ્તાની ‘જઝ્બા’થી મોટા પડદા પર કમબૅક કરી રહી છે.