શાહરુખને બ્રિટિશ પાર્લમેન્ટનો સૌથી ગૌરવપ્રદ ગ્લોબલ ડાઇવર્સિટી અવૉર્ડ

06 October, 2014 05:09 AM IST  | 

શાહરુખને બ્રિટિશ પાર્લમેન્ટનો સૌથી ગૌરવપ્રદ ગ્લોબલ ડાઇવર્સિટી અવૉર્ડ


શનિવારે લંડનમાં આ અવૉર્ડ હાઉસ ઑફ કૉમન્સના સ્પીકર જૉન બેર્કોએ શાહરુખને આપ્યો હતો. અવૉર્ડ માટે જતાં પહેલાં શાહરુખે twitter.com પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે ‘હવે અવૉર્ડ માટે પાર્લમેન્ટમાં છું. એકદમ આદરની ભાવના મનમાં જન્મી છે.’

કિંગ ખાનની આ ટ્વીટ પછી તેને સૌથી પહેલો રિપ્લાય બમન ઈરાનીએ આપ્યો હતો અને શાહરુખને કૉન્ગ્રેચ્યુલેશન કહ્યું હતું. જોકે એ પછી તો સેલિબ્રિટીનાં અભિનંદની લાંબી લાઇન ટ્વિટર પર લાગી ગઈ હતી.
શાહરુખ ખાન પહેલાં આ સન્માન અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને જૅકી ચેનને મળી ચૂક્યું છે.