૨૦૦ કરોડ અને બે સુપર હીરો ફિલ્મ...

17 July, 2020 07:16 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

૨૦૦ કરોડ અને બે સુપર હીરો ફિલ્મ...

અલી અબ્બાસ ઝફર

ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફર બે સુપરહીરો ફિલ્મ કૅરિરીના કૈફ સાથે 200 કરોડ રૂપિયામાં બનાવશે. આ અગાઉ આ બન્નેએ ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘ભારત’માં કામ કર્યું હતું. આ ફિલ્મ ફીમેલ સુપરહીરો પર હશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. એના માટે ઇન્ટરનૅશનલ સ્ટન્ટ ટીમ કૅટરિનાને સ્ટન્ટ શીખવાડશે. આ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે એટલું જ નહીં, નેટફ્લિક્સે 80થી 85 કરોડની ફાળવણી અલીને કરી આપી છે. અલી આ ફિલ્મને મોટા પાયે બનાવવા માગતો હતો. જોકે વાત બજેટ પર આવીને અટકી હતી. આ જ કારણ છે કે તેણે ઑનલાઇન ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

katrina kaif ali abbas zafar bollywood bollywood news bollywood gossips