સલમાન ખાનના ઘરની બહાર વિરોધ કરી રહેલા વીસ જણની પોલીસે કરી ધરપકડ

14 October, 2019 10:46 AM IST  |  મુંબઈ

સલમાન ખાનના ઘરની બહાર વિરોધ કરી રહેલા વીસ જણની પોલીસે કરી ધરપકડ

સલમાન ખાન

‘બિગ બૉસ’ની સીઝન-૧૩ને બંધ કરવાની માગણી સાથે સલમાન ખાનના ઘરની બહાર દેખાવ કરી રહેલા વીસ લોકોને પોલીસે પકડ્યા છે. પોલીસે તેના ઘરની બહાર સખત સલામતી વ્યવસ્થા ગોઠવી છે. આ શો જ્યારથી શરૂ થયો છે ત્યારથી વિવાદમાં સપડાયો છે. શોમાં દેખાડવામાં આવતી અશ્લીલતાના વિરોધમાં અનેક ઑર્ગેનાઇઝેશન પણ આગળ આવ્યાં છે. તેમનું માનવું છે કે આ શો આપણી સંસ્કૃતિ અને પરંપરા પર આકરા પ્રહાર કરી રહ્યો છે. રાજસ્થાનની કરણી સેનાએ પણ હવે આ શોની વિરોધમાં કેન્દ્રિય ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરને પત્ર લખીને શોને બંધ કરવાની માગણી કરી છે.

Salman Khan Bigg Boss