ગીતકારોએ ક્રેડિટ ન મળતાં રચ્યું આ મજાનું ગીત,કહે છે "ક્રેડિટ દે દો યાર"

03 August, 2020 04:03 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

ગીતકારોએ ક્રેડિટ ન મળતાં રચ્યું આ મજાનું ગીત,કહે છે "ક્રેડિટ દે દો યાર"

15 ગીતકાર જેમણે કરી છે ક્રેડિટની ડિમાન્ડ

દરેક ગીત જ્યારે રિલીઝ કરવામાં આવે છે ત્યારે તેના પર મ્યૂઝિશિયન, ગાયક, સંગીતકાર બધાંનાં જ નામ આપવામાં આવે છે પણ જો કોઇનું નામ નથી જોવા મળતું તો તે છે ગીતકારનું. આ માટે જ તાજેતરમાં શાંતનુ મોઈત્રા અને સ્વાનંદ કિરકિરે સાથે અનેક ગીતકારોએ તેમને ક્રેડિટ મળે તે માટે એક આગવી લડત શરૂ કરી હતી અને તેના ભાગરૂપે ગીતકારોએ પોતાને ક્રેડિટ કેમ મળવો જોઇએ, શબ્દોનું મહત્વ શું છે તે તમામને આવરી લેતા એક મજાના ગીતની રચના કરી છે. આ ગીતની 'હૂક લાઇન' છે, 'ક્રેડિટ દે દો યાર.'

ખાસ તો આ ગીતની રચના ગીતકારોને ન્યાય મળે તેમને તેમના કામની ક્રેડિટ મળે તે માટે બનાવવામાં આવ્યું છે. આ ગીત 15 કોન્ટેમ્પરરી લિરિક્સ રાઇટર્સ એક સાથે આવીને તેમની ડિમાન્ડ ગીત દ્વારા રજૂ કરે છે. આ ગીતના ગીતકાર છે કૌસર મુનીર, વરુણ ગ્રોવર, સ્વાનંદ કિરકિરે. ગાયક છે સ્વાનંદ કિરકિરે છે. આ ગીતનું વીડિયો એડિટિંગ અભિષેક ભૂતવાની અને ગૌરવ આનંદે કર્યું છે. મ્યૂઝિક કમ્પોઝ, પ્રૉડ્યુસ અને કોરસ ચિન્મયી ત્રિપાઠી અને જોએલ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું થછે જ્યારે વીડિયોનું ડિરેક્શન વરુણ ગ્રોવરે કર્યું છે.

આ છે તે 15 ગીતકારોના નામ જેમણે મળીને બનાવ્યું આ ગીત
નીલેશ મિશ્રા (Neelesh Misra, વરુણ ગ્રોવર (Varun Grover),મનોજ મુંતશીર (Manoj Muntashir), કૌસર મુનીર (Kausar Munir), સ્વાનંદ કિરકિરે (Swanand kirkire), મયુર પૂરી (Mayur Puri), અમિતાભ ભટ્ટાચાર્ય (Amitabh Bhattacharya), શેલી (Shellee),પુનીત શર્મા (Puneet Sharma), અભિરૂચિ ચાંદ (Abhiruchi Chand),હુસૈન હૈદરી (Hussain Haidry),સમીર અંજાન (Sameer Anjaan),રાજ શેખર (Raj Shekhar),અન્વિતા દત્ત (Anvita Dutt, કુમાર (Kumaar).

આ ગીતને એ.આર. રહેમાને પણ ટ્વીટ કર્યું છે. આ ગીત દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે ગીતકારો એક ગીત બનાવવા માટે કેટલી જહેમત ઉઠાવે છે. કોઇપણ ગીત જ્યારે લોકપ્રિય બને છે ત્યારે સૌથી પહેલા જો કંઇ લોકોને સ્પર્શી જતું હોય તો તે છે ગીતનાં શબ્દો. તો કોઇપણ ગીત રિલીઝ થાય તેમાંથી કેમ ગીતકારનું નામ કાઢી દેવામાં આવે છે? જ્યારે એક્ટર, ડિરેક્ટર, ગાયક, સંગીતકાર બધાંનાં નામ લખાતાં હોય ત્યારે ગીતકારનું નામ એટલું તો બિનજરૂરી નથી હોતું કે તેમનું નામ ન લખવામાં આવે, તેમ છતાં આવું કરવામાં આવે છે ત્યારે ગીતકારોએ મળીને આ નાનકડી રચના દ્વારા એક મોટા મુદ્દાને લોકો સામે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.

bollywood bollywood news bollywood gossips