17 June, 2024 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
‘ફુકરે’ના અત્યાર સુધી ત્રણ પાર્ટ આવી ચૂક્યા છે. એવામાં ફિલ્મનો ચોથો ભાગ બનવો જોઈએ કે નહીં એ વિશે રિચા ચઢ્ઢાએ લોકોને સવાલ કર્યા છે. ૨૦૧૩માં આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થયો હતો. એ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. ત્યાર બાદ એનો બીજો પાર્ટ ‘ફુકરે રિટર્ન્સ’ ૨૦૧૭માં રિલીઝ થયો હતો. એનો ત્રીજો ભાગ ગયા વર્ષે રિલીઝ થયો હતો. હવે એનો ચોથો ભાગ બનાવવા વિશે ફિલ્મની કેટલીક ક્લિપ્સ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રિચાએ કૅપ્શન આપી, ‘૨૦૧૩માં રિલીઝ થયેલી ‘ફુકરે’ હંમેશાં મારા દિલની નજીક રહેશે. માત્ર એટલા માટે જ નહીં કે આ ફિલ્મે મને પર્સનલી શું આપ્યું છે જેમ કે મને કમર્શિયલ બ્રેક આપ્યો, સ્ટિરિયોટાઇપ તોડ્યો જે ‘ગૅન્ગ્સ ઑશ્ફ વાસેપુર’એ ઊભો કર્યો હતો અને સાથે જ મારી અલી ફઝલ સાથે મુલાકાત થઈ; પરંતુ એ ખાસ આનંદ તો દિલ્હીવાળા માટે લાવી છે. હની ત્રેહાને મને આ ફિલ્મમાં કાસ્ટ કરી એ માટે હું આજીવન તેમની આભારી રહીશ. આ ફિલ્મ દરમ્યાન મેં અનેક ફ્રેન્ડ્સ બનાવ્યા છે. લોકોને હસાવવા એ મને ખરા અર્થમાં અતિશય આનંદ આપે છે. શું તમને લાગે છે કે આ ફિલ્મનો પાર્ટ 4 બનવો જોઈએ?’