નવાઝુદ્દીનને મળી છે ૧૦૪ ફિલ્મોની ઑફર

01 October, 2012 06:13 AM IST  | 

નવાઝુદ્દીનને મળી છે ૧૦૪ ફિલ્મોની ઑફર



પોતાના અનુભવ વિશે વાત કરતાં નવાઝુદ્દીન કહે છે, ‘હાલમાં મારી પાસે ૧૦૪ જેટલી ફિલ્મોની ઑફર છે, પણ મેં હજી માત્ર કેતન મહેતાની ફિલ્મમાં કામ કરવાની જ હા પાડી છે. હાલમાં હું સુપર્ણ વર્માની ફિલ્મમાં કામ કરી રહ્યો છું. જો હું આ બધી ફિલ્મો સાઇન કરી લઈશ તો પછી મારી ગુણવત્તા નહીં જાળવી શકું. હું માત્ર મારી શરતોએ જ ફિલ્મ કરવા માગું છું. સફળતા પછી હું ફિલ્મસર્જકોના મારા પ્રત્યેના વલણમાં આવી ગયેલો બદલાવ અનુભવી શકું છું. પહેલાં તેઓ મારી સદંતર અવગણના કરતા હતા, પણ હવે બાજી સાવ પલટાઈ ગઈ છે. હવે આ લોકો મને આવકારે છે. હવે મારો ફોન સતત વાગે છે. હું તો હવે મારા અંગત જીવનને જાળવી રાખવા માટે ફોનનંબર બદલાવી નાખવાનું વિચારી રહ્યો છું.’


મારા ગામમાં તો થિયેટર પણ નથી : નવાઝુદ્દીન ...
ફિલ્મની તૈયારી માટે નવાઝુદ્દીન સિદ્દીકી ...