સલમાનનો મળ્યા બાદ ડેઇઝી ગણેશ આચાર્યને ભૂલી ગઈ

29 January, 2014 06:23 AM IST  | 

સલમાનનો મળ્યા બાદ ડેઇઝી ગણેશ આચાર્યને ભૂલી ગઈ


શરૂઆતમાં ગણેશની ઍકૅડેમીમાં ડાન્સ શીખ્યા બાદ તેણે ગણેશને કોરિયોગ્રાફીમાં અસિસ્ટ કરવાનું શરૂ કર્યુંર્ હતું. જોકે ડેઇઝીને બૉલીવુડમાં હિરોઇન બનવાનો શોખ હતો એટલે ગણેશે સલમાનને ડેઇઝી વિશે ભલામણ કરી હતી જેને પગલે સલમાને તેને ફિલ્મમાં સાઇન કરી હતી. જોકે ત્યાર બાદથી જ ડેઇઝીએ ગણેશ સાથે કૉન્ટૅક્ટ તોડી નાખ્યો હતો અને થોડા સમય પહેલાં તો બન્ને બાજુ-બાજુના સ્ટુડિયોમાં કામ કરતાં હતાં તોય ડેઇઝીએ ગણેશને હાઇ-હેલો કહેવાની પણ તસ્દી લીધી નહોતી. ડેઇઝી તો ઠીક, સલમાને પણ ગણેશ સાથે કૉન્ટૅક્ટ તોડી નાખ્યો છે. છેલ્લે સલમાન અને ગણેશે ‘સન ઑફ સરદાર’ માટેના એક ગીત પર સાથે કામ કર્યું હતું. કહેવાય છે કે ગણેશ અને ડેઇઝીના સંબંધો એટલા ગાઢ હતા કે ગણેશે તેને એક ફ્લૅટ અને ગાડી પણ ગિફ્ટમાં આપ્યાં હતાં અને આજે ડેઇઝી સ્ટારડમના ચક્કરમાં તેના મેન્ટરને જ ભૂલી ગઈ છે.