સુફિયમ સુજતયમના નરેશનથી જ હું એની ફેન બની ગઇ હતીઃ અદિતિ રાવ હૈદરી

03 July, 2020 11:28 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

સુફિયમ સુજતયમના નરેશનથી જ હું એની ફેન બની ગઇ હતીઃ અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરીનું કહેવું છે કે ‘સુફિયમ સુજતયમ’ના નરેશનથી જ તેને ફિલ્મ પસંદ પડી ગઈ હતી. આ એક મલયાલમ રોમૅન્ટિક મ્યુઝિકલ ફિલ્મ છે જે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. આ એક રોમૅન્ટિક મ્યુઝિકલ ફિલ્મ હોવાથી એનાં ગીતોને પણ સાઉથમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે. આ ફિલ્મ કેમ પસંદ કરી હતી એ વિશે અદિતિએ કહ્યું હતું કે ‘મેં જ્યારે નરેશન સાંભળ્યું હતું ત્યારે જ મને એ ખૂબ જ પસંદ પડી હતી. જો હું કોઈ ફિલ્મના કૅરૅક્ટરના ઇમોશનને રજૂ કરી શકું કે નહીં એનો મને થોડો ડર હોય તો હું ફિલ્મ માટે હા પાડી દઉં છું. આ સ્ટોરીના ઇનોસન્સ અને પ્યૉરિટીને કારણે મને એ ખૂબ જ પસંદ પડી છે.’

aditi rao hydari bollywood entertainment news