સોહેલને મોટા ભાઈ જેવો છે : હુમા

01 January, 2016 05:18 AM IST  | 

સોહેલને મોટા ભાઈ જેવો છે : હુમા


એવું પણ સાંભળવા મળ્યું હતું કે સોહેલે હુમાને ખૂબ જ કીમતી ભેટ પણ આપી છે, પરંતુ હુમાએ સોહેલને તેનો મોટો ભાઈ ગણાવ્યો છે. સલમાન ખાનની પચાસમી વરસગાંઠની પાર્ટીમાં હુમા સૌથી પહેલી આવી હોવાથી તેમ જ સૌથી છેલ્લે સુધી રોકાઈ હતી એથી તે ફરી ચર્ચામાં છે. આ વિશે સોહલની પત્ની સીમા ખાનને પૂછતાં તેણે કહ્યું હતું કે ‘મને નથી ખબર આવી અફવાઓ કોણ ફેલાવે છે. હું મારાં બાળકો અને મારા સાસરાના પરિવાર સાથે પનવેલમાં જ હતી. આ સમયે ૫૦૦થી વધુ લોકો હાજર હતા એથી મેં તેને ત્યાં નહોતી જોઈ. જો તે ત્યાં મોડે સુધી હાજર રહી હોય તો પણ મને નથી ખબર, કારણ કે આ ફાર્મહાઉસ ખૂબ જ મોટું છે. તે સલમાન અને અર્પિતાની મિત્ર છે. તેમ જ તે સોહેલની સેલિબ્રિટી ક્રિકેટ લીગની બ્રૅન્ડ-ઍમ્બૅસેડર છે. તેમ છતાં મને નથી લાગતું કે તેઓ ડેટ કરી રહ્યાં હોય.’

સોહેલ અને હુમા ડેટ કરી રહ્યાં હોવાની વાતને લઈને હુમાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘કુછ ભી લિખતે હો આપલોગ. સોહેલ ખાન મારા મોટાભાઈ જેવો છે. કુછ તો ફૅક્ટ ચેક કરો.’