કંગનાની ‘ધાકડ’ તૈયારીઓ

26 July, 2021 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના રનોટે ‘ધાકડ’ જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે આ ફિલ્મ માટે ઍક્શનની પ્રેક્ટીસ કરી રહી છે.

કંગના રનોટ

કંગના રનોટે ‘ધાકડ’ જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે આ ફિલ્મ માટે ઍક્શનની પ્રેક્ટીસ કરી રહી છે. એ પ્રેક્ટીસ સેશનની નાનકડી ઝલક તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી છે. રજનીશ ઘાઈનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ જોવા મળશે. અર્જુન રામપાલ આ ફિલ્મમાં નૅગેટિવ રોલમાં દેખાશે. કંગનાએ ઍક્શનની પ્રેક્ટીસની નાનકડી ક્લીપ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘લડાકુ નંબર 1. બાગી લડકી. ‘ધાકડ’ રિહર્સલ.’

bollywood news entertainment news